સુરત કોર્ટ: એડવોકેટ નંદલાલ સાવલીયાનો કેસ, ₹૩.૭૫ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ

gujju news24
2 Min Read

પ્રેસનોટ

તારીખ: ૨૪/૦૬/૨૦૨૬

સ્થળ: સુરત

સુરતના મહેરબાન ૧૫માં એડિશ્નલ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ સાહેબ ની સ્પે. એન. આઇ. એક્ટ કોર્ટ દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ ના એક ગંભીર ગુનામાં આરોપીને કડક સજા ફટકારતો મહત્વનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે.

કેસની ટૂંકી વિગત:

આ કામના ફરિયાદી શ્રી સુનીલભાઈ દયાળજીભાઈ ચૌહાણ (રહે. પુણાગામ, સુરત), જેઓ બાંધકામ મજૂરીનો ધંધો કરે છે, તેઓના મિત્ર અને આરોપી શ્રી રામભાઈ લોમાભાઈ ભેડા (ધંધો- બાંધકામ લેબર, રહે. કામરેજ, સુરત) એ પોતાના અંગત કામકાજ અને મજૂરોને પગાર ચૂકવવા માટે ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે કુલ રૂા. ૩,૮૫,૦૦૦/- ઓનલાઈન ગુગલ પે તથા એકાઉન્ટ ટ્રાન્સફરથી હાથ ઉછીના લીધા હતા. આ રકમ પરત ચૂકવવા માટે આરોપીએ ફરિયાદીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, કડોદરા શાખાનો રૂા. ૩,૭૫,૦૦૦/- નો ચેક (નં. ૨૧0૨૭૮, તારીખ: ૩૦/૦૯/૨૦૨૨) આપ્યો હતો.

ફરિયાદીએ આ ચેક પોતાની બેંકમાં જમા કરાવતા, આરોપીની સૂચનાથી “પેમેન્ટ સ્ટોપ્ડ બાય ડ્રોઅર” ના શેરા સાથે ચેક પરત ફર્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ પોતાના વકીલ મારફતે કાયદેસરની નોટિસ મોકલવા છતાં આરોપીએ નાણાં ચૂકવ્યા ન હતા, જેથી ફરિયાદીએ સુરત કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો હતો.

ધારદાર દલીલો અને કોર્ટનો આદેશ:

આ કેસમાં ફરિયાદી તરફે સુરતના જાણીતા એડવોકેટ શ્રી નંદલાલ સાવલીયા હાજર રહ્યા હતા. તેઓએ અદાલત સમક્ષ બેંક સ્ટેટમેન્ટ, આઇ.ટી. રિટર્નની નકલો અને સુપ્રીમ કોર્ટના વિવિધ માર્ગદર્શક ચુકાદાઓ ટાંકીને ધારદાર અને કાયદાકીય દલીલો રજૂ કરી હતી કે આરોપીએ કાયદેસરનું લેણું ચૂકવવામાં જાણીજોઈને બેદરકારી દાખવી છે.

નામદાર કોર્ટે ફરિયાદી પક્ષના પુરાવા અને એડવોકેટ શ્રી એન. ડી. સાવલીયાની દલીલોને ગ્રાહ્ય રાખી, આરોપી રામભાઈ લોમાભાઈ ભેડાને દોષિત ઠેરવ્યા છે.

આખરી હુકમ:

૧. આરોપી રામભાઈ લોમાભાઈ ભેડાને ૦૧ (એક) વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ.

૨. ફરિયાદીને વળતર પેટે ચેકની રકમ રૂા. ૩,૭૫,૦૦૦/- (અંકે રૂપિયા ત્રણ લાખ પંચોત્તેર હજાર પૂરા) ફરિયાદ દાખલ કર્યા તારીખથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦ માં ચૂકવી આપવાનો આદેશ.

૩. જો આરોપી આ વળતરની રકમ ચૂકવવામાં કસૂર કરે, તો વધુ ૦૩ માસની સાદી કેદની સજા ભોગવવી પડશે.

Gujjunews24 Special Note: આ ચુકાદો સમાજમાં ચેકના વ્યવહારો કરતા લોકો માટે અને કાયદાકીય પવિત્રતા જાળવવા માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે.

Total Views: 6
Share This Article
Leave a review

Leave a Review

Your email address will not be published. Required fields are marked *