વિશ્વની Geopolitics માં અત્યારે મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે હવે United States એ પણ વિસ્તારવાદની નીતિ અપનાવી હોય તેમ લાગે છે. તાજેતરના અહેવાલો મુજબ, US હવે Greenland બાદ Indian Ocean (હિંદ મહાસાગર) માં આવેલા એક મહત્વપૂર્ણ ટાપુ Diego Garcia પર કાયમી કબ્જો કરવા માંગે છે.
Greenland પર US ની નજર અને Invasion નો ડર
ડેનમાર્કના કિંગડમમાં આવતા Greenland ના પ્રધાનમંત્રીએ હાલમાં જ પોતાના નાગરિકોને ચેતવણી આપી છે કે US અચાનક Attack કરીને દેશ પર કબ્જો કરી શકે છે. ટ્રમ્પનું માનવું છે કે રશિયા સામે સુરક્ષા અને Missile Defense Systems માટે ગ્રીનલેન્ડ ખૂબ જ મહત્વનું છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, અમેરિકા ગ્રીનલેન્ડની રાજધાની અને સરકારી બિલ્ડિંગ્સ પર કબ્જો કરી શકે છે.
Diego Garcia: Indian Ocean માં US નું Power House
ગ્રીનલેન્ડ ઉપરાંત ટ્રમ્પનું ફોકસ હવે હિંદ મહાસાગરના “Diego Garcia” ટાપુ પર છે. આ ટાપુ પર US નું એક વિશાળ Military Base છે જ્યાં B-52 Bombers અને Nuclear Weapons તૈનાત કરવામાં આવ્યા છે. આ લોકેશન પરથી અમેરિકા ચીન, ઈરાન અને આખા ઇન્ડિયન ઓશન પર નજર રાખી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ Diego Garcia ડીલની વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે આ મહત્વનો Military Base મોરેશિયસને સોંપવો એ “Stupidity” અને “Weakness” છે.Donald Trump on Diego Garcia Deal
Mauritius Deal અને ભારતની ભૂમિકા (India’s Role)
ભારતના પ્રયાસોથી US, UK અને Mauritius વચ્ચે એક Deal ફાઇનલ થઈ હતી કે આ ટાપુની Ownership મોરેશિયસને પરત આપવામાં આવશે. ભારતે આ માટે મોરેશિયસને $80 Million નું આર્થિક પેકેજ અને development support આપવાનો વાયદો કર્યો હતો. જો ટ્રમ્પ આ ડીલ તોડી નાખે, તો ભારત માટે આ એક મોટો Diplomatic ઝટકો હોઈ શકે છે.
Trump નું વલણ અને ભારત માટે ચિંતા
ટ્રમ્પની આ આક્રમક નીતિ અને “America First” નો એપ્રોચ દર્શાવે છે કે US ની Foreign Policy અને વચનો પર ભરોસો કરવો મુશ્કેલ બની શકે છે. આનાથી ભારત અને મોરેશિયસ વચ્ચેના સંબંધો અને હિંદ મહાસાગરમાં ભારતની સુરક્ષા રણનીતિ પર પણ મોટી અસર પડી શકે છે.